મકાઈનો ઉપમા

(૧) કુમળા મકાઈનાં ડૂંડાં : ૧૦ નંગ
(૨) લીલાં મરચાં : ૬
(૩) દૂધ : ૧/૪ લિટર
(૪) કિસમીસ : થોડી
(૫) રાઈ (૬) જીરું
(૭) લીમડો (૮) ૧ લીંબુનો રસ
(૯) કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી
(૧૦) મીઠું, સાકર : પ્રમાણસર
(૧૧) તેલ (૧૨) હીંગ (૧૩) લવિંગ
(૧૪) કોપરું : ૨ ચમચા છીણેલું.�
બનાવવાની રીત :
મકાઈનાં ડૂંડાંને છીણી પછી ૩ ચમચા તેલનો વઘાર મૂકી રાઈ, જીરું, હીંગ, લવિંગ, લીમડો નાખી મકાઈના છીણને વઘારવું. પછી પાંચથી સાત મિનિટ હળવા હાથે હલાવી તેમાં દૂધ, લીલાં મરચાં, મીઠું, કિસમીસ નાખી ધીમા તાપે ઉપર થાળીમાં પાણી મૂકી ચડવા દેવું. સીજી ગયા બાદ તાપ ઉપરથી નીચે ઉતારી લીંબુનો રસ નાખી હળવા હાથે હલાવી રવા જેવું છૂટું પાડી ડીશમાં કાઢી ઉપર કોથમીર તથા કોપરું ભભરાવી ખાવાના ઉપયોગમાં લેવું.
No comments:
Post a Comment