મસાલા પૂરી
Source: Divyabhaskar
સામગ્રી
ઘઉંનો લોટ - ૨ વાટકીચણાનો લોટ - ૨ ચમચીપાલકની ભાજી ઝીણી સમારેલી - ૧ વાટકીસીંગ વાટેલી - ૧ વાટકીઆખી કોથમીર - ૨ ચમચીગરમ મસાલો - ૧ ચમચીવરિયાળી - ૨ ચમચીઅજમો - અડધી ચમચીલીલા મરચા - ૪થી ૫ નંગતેલ અને મીઠું સ્વાદ પ્રમાણે
રીત
ઘઉંનો લોટ અને ચણાનો લોટ લો. તેલનું મોણ નાખી ભેળવો.પછી બધી સામગ્રી તેમાં નાખી દો. પાલક નાખીને લોટ બાંધો. નાના નાના લૂઆ બનાવો. તેને વણીને ધીમાં તાપમાં તેલ રાખીને તળી લો. આ પૂરીને ચટણી કે છોલેની સાથે પીરસો.
નોંધ : આ લોટની રોટલી અને પરોઠા પણ બનાવી શકાય છે.
No comments:
Post a Comment