મેક્સિકન ટીપટોપ કટલેટ
Source: Anila Modi, Ahmedabad
સામગ્રી
બટાકા - ૨૫૦ ગ્રામ
કોર્નફ્લોર - ૨ ચમચા
લીંબુનો રસ - અડધી ચમચી
મીઠું - સ્વાદ મુજબ
સ્ટફિંગ માટે
પલાળેલા રાજમા - ૧૦૦ ગ્રામ
ફણગાવેલા મગ અને મઠ - ૫૦ ગ્રામ
સોડા બાયકાર્બ - અડધી ચમચી
તેલ - જરૂર પ્રમાણે
સમારેલી ડુંગળી - ૧ નંગ
સમારેલી કોથમીર - ૧ ચમચો
વિનેગર - ૧ ચમચી
ગરમ મસાલો - અડધી ચમચી
મરચું - ૧ ચમચી
ટોમેટો કેચઅપ - ૧ ચમચી
લીલી ચટણી - જરૂર પ્રમાણે
મીઠું - સ્વાદ મુજબ
રીત
બટાકાં બાફીને તેનો છુંદો કરો અને કોર્નફ્લોર ભેળવો. તેમાં મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખીને ભેળવો. તેના એક્સરખા ગોળા વાળો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો. પછી સોડા, બાફેલા રાજમા, મગ, નાખી બધો મસાલો ભેળવો. બટાકાના ગોળાને સેવમાં રગદોળી ચટણી લગાવો. એક ચમચી કઠોળનું મિશ્રણ મૂકી કટલેટને તેલમાં સાંતળો. સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.
No comments:
Post a Comment