વેજીસ્ટિક પનીર સમોસા
Source: Divya Bhaskar
સામગ્રી
મેંદો - ૫૦૦ ગ્રામ
છીણેલું પનીર - ૧૦૦ ગ્રામ
બટાટા - ૧ કિલો
વટાણા - ૧૦૦ ગ્રામ
લાલ મરચું - ૧ ચમચો
ગરમ મસાલો - ૧ ચમચી
ચાટ મસાલો - અડધી ચમચી
જીરું - ૧ ચમચી
આમચૂર - ૧ ચમચી
ધાણા પાઉડર - ૧ ચમચી
તેલ - ૧૦૦ ગ્રામ
મીઠું - સ્વાદ પ્રમાણે
સમારેલી કોથમીર - જરૂર પ્રમાણે
રીત
મેંદામાં પાણી અને તેલ ભેળવીને લોટ બાંધો. તેના લૂઆ બનાવીને લંબગોળ પૂરી વણો. તેમાંથી લાંબી પટ્ટીઓ કાપી લો. થોડું તેલ ગરમ કરીને તેમાં જીરાનો વઘાર કરો. તેમાં લીલા મરચા, વટાણા, બટાકા, સમારેલી કોથમીર નાખીને હલાવો. પછી તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો, લાલ મરચું, પનીર વગેરે બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો. તેમાં તમે કાજુના નાના ટુકડા પણ ઉમેરી શકો છો. આ મિશ્રણને તૈયાર પટ્ટીમાં ભરીને ઉપરના ભાગમાંથી વાળી સમોસા બંધ કરી દો. આ સમોસાને તેલમાં તળીને સોસ કે ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો
No comments:
Post a Comment