કાજુ ખુમ્બ મખાના
સામગ્રી
પલાળેલા કાજુ - ૧ કપ
બટન મશરૂમ - ૫૦૦ ગ્રામ
મખાના - ૨ કપ
તેલ - સાંતળવા માટે
દહીં - અડધો કપ
ધાણા પાઉડર - ૧ ચમચો
મરચું - દોઢ ચમચી
હળદર - ૧ ચમચી
ઘી - ૨ ચમચા
સમારેલી ડુંગળી - ૩ નંગ
લસણની પેસ્ટ - ૨ ચમચી
આદુંની પેસ્ટ - ૨ ચમચી
મરીનો પાઉડર - ૨ ચમચી
ટામેટાંની પ્યોરી - દોઢ કપ
મીઠું - સ્વાદ મુજબ
ગરમ મસાલો - ૧ ચમચી
મધ (ઐચ્છિક) - ૧ ચમચો
લીંબુનો રસ - ૧ ચમચો
સમારેલી કોથમીર - ૨ ચમચા
રીત
મશરૂમને સાફ કરી, અધકચરા બાફી અને નિતારીને રહેવા દો. એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં મખાનાને અડધી મિનિટ માટે સાંતળો. નિતારીને પાણી ભરેલા બાઉલમાં પલાળો. એક બાઉલમાં દહીં કાઢી તેમાં ધાણા પાઉડર, મરચું અને હળદર નાખી હલાવો. કડાઇમાં ઘી ગરમ કરી જીરું નાખી તે આછા બદામી રંગનું થાય એટલે સમારેલી ડુંગળીને બદામી રંગની સાંતળો. આદું અને લસણની પેસ્ટ ભેળવી સાંતળો. મરીનો પાઉડર ભેળવો. પલાળેલા મશરૂમ ઉમેરી તેને પાંચ મિનિટ હલાવો.
દહીંનું મિશ્રણ નાખી તેલ છુટું પડે ત્યાં સુધી ખદખદવા દો. ટામેટાંની પ્યોરી અને મીઠું નાખી ફરી તેલ છુટું પડવા દો. અઢી કપ પાણી રેડી અને આંચ ધીમી કરી કાજુ અને મખાના ઉમેરી ઢાંકીને આઠ-દસ મિનિટ ખદખદવા દો. ગરમ મસાલો ભેળવો. મધ અને લીંબુનો રસ મિકસ કરી સમારેલી કોથમીરથી સજાવો.
No comments:
Post a Comment