સોયા ઢોસા
Source: Divyabhaskar
સામગ્રી
સોયાબીનની દાળ - ૨૫૦ ગ્રામ
ચોખા - ૫૦ ગ્રામ
ટામેટાં - ૨-૩ નંગ
મીઠું - સ્વાદ મુજબ
ગરમ મસાલો - અડધી ચમચી
સમારેલી કોથમીર - ૨ ચમચા
સમારેલા લીલા મરચાં - ૩-૪ નંગ
તેલ - જરૂર પ્રમાણે
રીત
દાળ અને ચોખાને ધોઇ, આગલી રાત્રે પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે તેને ક્રશ કરો. આ મિશ્રણમાં સમારેલાં ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, કોથમીર, મીઠું અને ગરમ મસાલો મિક્સ કરો. ખૂબ હલાવીને મિક્સ કર્યા પછી નોનસ્ટિક પેનમાં સહેજ તેલ મૂકી તેમાં બે ચમચા ખીરું રેડો. આને તેલ મૂકી ઢોસાની માફક સાંતળો. બંને બાજુએ આછા બ્રાઉન રંગના થાય એટલે ખાવ.
No comments:
Post a Comment