રસગુલ્લા માવા મલાઇ
Source: Divyabhaskar
સામગ્રી
નાના રસગુલ્લા - ૨૦-૨૫ નંગ
મલાઇવાળું દૂધ - દોઢ લિટર
તાજી મલાઇ/ક્રીમ - ૧ કપ
ખાંડ - પોણો કપ
કેસર - થોડા તાંતણા
પિસ્તાં - ૮-૧૦ નંગ
બદામ - અડધો કપ
દાડમના દાણા - અડધો કપ
માવાનો ભૂકો - અડધો કપ
રીત
બદામને પલાળી તેને છોલી નાખો. પિસ્તાંને ઉકળતા પાણીમાં પલાળી પછી નિતારીને ઠંડા પાણીથી ધોઇ, છોલીને બારીક ચીરીઓ કરો. દૂધને ધીમી આંચે તે અડધા ભાગનું રહે ત્યાં સુધી ઉકળવા દો. તેમાં મલાઇ, ખાંડ અને દૂધમાં ઘોળેલું કેસર નાખી ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળો. હવે રસગુલ્લાને પોચા હાથે સહેજ દબાવી તેમાંથી વધારાની ચાસણી નિતારી બાઉલમાં ગોઠવો. તેના પર મલાઇવાળા દૂધનું મિશ્રણ રેડી ઠંડું થવા દો.
ત્યાર બાદ ફ્રિજમાં એકદમ ચિલ્ડ થવા માટે મૂકો. જ્યારે ખાવા હોય ત્યારે ફ્રજિમાંથી કાઢીને વાટકીમાં અલગ કાઢો. તેના પર દાડમના દાણા, માવાનો ભૂકો, પિસ્તાં અને બદામની ચીરીઓ ભભરાવીને સર્વ કરો.
No comments:
Post a Comment