Monday, January 10, 2011

આલુ અચારી


આલુ અચારી

Source: Divyabhaskar

સામગ્રી

બાફેલી બટાકી - ૫૦૦ ગ્રામ

મેથી - પા ચમચી

રાઇ - અડધી ચમચી

વરિયાળી - અડધી ચમચી

લાલ મરચાં - ૪ નંગ

સરસિયું - ૨ ચમચા

જીરું - ૧ ચમચી

શાહજીરું - અડધી ચમચી

હળદર - પા ચમચી

લસણની પેસ્ટ - ૧ ચમચી

આદુંની પેસ્ટ - દોઢ ચમચી

સિંધાલૂણ - પા ચમચી

મીઠું - સ્વાદ મુજબ

ખાંડ - ૧ ચમચી

વિનેગર - ૩ ચમચી


રીત

બટાકીને બાફીને છોલી લો. હવે મેથી, રાઇ, વરિયાળી અને આખા લાલ મરચાંને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અધકચરો પાઉડર બનાવો. એક પેનમાં સરસિયાને ધૂમાડો નીકળે એટલું ગરમ કરો. તેમાં જીરું, શાહજીરું નાખી અડધી મિનિટ સાંતળી પછી હળદર અને બટાકી નાખીને હલાવો. લસણની અને આદુંની પેસ્ટ નાખી, પા કપ પાણી રેડો. ત્યાર બાદ તેમાં ગ્રાઇન્ડ કરેલો મસાલો, સિંધાલૂણ, મીઠું અને ખાંડ મિક્સ કરો. વિનેગર ભેળવી પા કપ પાણી રેડી બધું પાણી શોષાઇ જાય ત્યાં સુધી રાખીને પછી ગરમાગરમ સર્વ કરો.

No comments: