Monday, January 10, 2011

સ્ટફ્ડ પનીર ભીંડા


સ્ટફ્ડ પનીર ભીંડા

Source: Bhaskar News, Ahmedabad

સામગ્રી

નાના નરમ ભીંડા - ૨૦૦ ગ્રામ

પનીર - ૫૦ ગ્રામ, લીંબુ - એક નંગ

ગરમ મસાલો - અડધી ચમચી

લાલ મરચું - એક ચમચી

ડુંગળી લાંબી સમારેલી - ૧૦૦ ગ્રામ

ટામેટાં લાંબા સમારેલાં - એક નંગ

લીલાં મરચાં ઉભા કાપેલા - ૪ નંગ

મીઠું - સ્વાદ પ્રમાણે

રીત

ભીંડાને સાફ કરીને એની ઉપરના ડીંટીયા કાપી નાખો અને તેના પર ઊભા ચીરા કરો. પનીરને મસળીને તેમાં થોડું લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ભેળવો. ભીંડામાં પનીર ભરીને એકબાજુએ મૂકો. પેનમાં તેલ ગરમ કરવા મૂકો અને તેમાં ભીંડા નાખો. ધીમા તાપે તેને તળો. ભીંડા નરમ થઇ જાય એટલે તેને બહાર કાઢી લો. પેનમાં તેલ નાખીને તેમાં ડુંગળી નાખી, તેમાં મીઠું , મરચું, મસાલાવાળા ભીંડા, ટાંમેટા અને લીલા મરચા ઉમેરી તેને ધીમાં તાપે થોડો સમય સાંતળો. હવે પેનને ગેસ પરથી ઉતારી લો. ભીંડા પર લીંબુ નીચોવો. છીણેલા પનીર અને સમારેલાલા મરચાથી એને સજાવો.

No comments: