ચોકલેટી પનીર પુરણપોળી
સામગ્રી
ઘઉંનો લોટ - એક વાટકો
દૂધ અને પાણી - લોટ બાંધવા જેટલું
ઘી - બે ચમચા
બુરૂ ખાંડ - એક ચમચો
પુરણ માટે
પનીર છીણેલું - ૫૦ ગ્રામ
ટોપરાનું છીણ - ૫૦ ગ્રામ, માવો - ૫૦ ગ્રામ
ચોકલેટ પાઉડર - ત્રણ ચમચી
એલચી પાઉડર - બે ચમચી
કાજુ-બદામ ભૂકો - બે ચમચી
બુરૂખાંડ - જરૂર પ્રમાણે
કાજુ, બદામ અને પનીર - સજાવટ માટે
રીત
ઘઉંના લોટમાં ઘીનું મ્હોણ નાંખી દૂધ, બુરૂ ખાંડ ઉમેરી પાણીથી લોટ બાંધવો. થોડીવાર મુકી રાખવો. માવાને જાડી કઢાઇમાં ગરમ કરો. ગેસ બંધ કરી પનીર નાખવું. તેમાં ચોકલેટ પાઉડર, ટોપરાનું છીણ ઉમેરવું. પુરણ ઠંડુ થાય એટલે બુરૂખાંડ, કાજું, બદામ ભુકો અને એલચી પાઉડર નાખવો.ઘઉંના લોટને ઘીથી કૂણવવો અને લુવો લઇ મોટી પૂરી વણો. તેમાં થોડું પુરણ ભરીને ચારેબાજુથી વાળીને, પરોઠા વણી લેવા. આ રીતે પુરણ ભરીને પુરી તૈયાર કરી લેવી. લોઢી ગરમ કરી, પોળી મુકીને ઘી મુકી બંને બાજુ શેકી લેવી. આ રીતે બધી પોળી તૈયાર કરી સર્વ કરો.
No comments:
Post a Comment