Monday, January 10, 2011

મગના સમોસા

 


મગના સમોસા



Source: Sanjiv Kapoor  




સામગ્રી

બાફેલા મગ - ૪ ચમચા,

મેંદો - અઢી કપ

મીઠું - સ્વાદ મુજબ

લીલાં મરચાંની પેસ્ટ - દોઢ ચમચી

લીંબુનો રસ - ૧ ચમચો

તલ - ૩ ચમચા, તળવા માટે

રીત



મેંદામાં મીઠું અને દોઢ ચમચો તેલ ભેળવીને જરૂર પૂરતું પાણી ઉમેરી લોટ બાંધો. તેમાંથી પ્રમાણસર ગોળા વાળો. હવે એક પેનમાં દોઢ ચમચી તેલ ગરમ કરી તેમાં લીલાં મરચાંની પેસ્ટ સાંતળો. બાફેલા મગ ભેળવી એકદમ કોરા પડે ત્યાં સુધી હલાવો. પછી તેમાં મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો. આંચ પરથી નીચે ઉતારી લઇ મશિ્રણને ઠંડું થવા દો. દરેક લૂઆને સહેજ તેલવાળા કરી તેમાંથી પાતળી લંબગોળ રોટલી વણીને વચ્ચેથી બે ટુકડા કરો. તેની કિનારીને પાણીવાળી કરી કોન જેવો આકાર બનાવો. આમાં મગનું મિશ્રણ ભરી કિનારી સીલ કરી દો. આ પ્રમાણે બધા સમોસા તૈયાર કરો. હવે કડાઇમાં તેલ ગરમ કરી તેમાં સમોસાને ક્રિસ્પી અને બ્રાઉન રંગના તળો. સમોસાને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો જેથી વધારાનું તેલ શોષાઇ જાય. ગરમ સમોસા સર્વ કરો.

No comments: