Sunday, January 9, 2011

રેડ એન્ડ ગ્રીન કોકટેલ




રેડ એન્ડ ગ્રીન કોકટેલ



Source: Woman Bhaskar


સામગ્રી



ટામેટાં - ૨૫૦ ગ્રામ, ફુદીનો- ૨૫ ગ્રામ, મીઠું - ૨ ચમચી, મરી - ૨ ચમચી, જીરું - ૨ ચમચી, સિંધાલૂણ - ૨ ચમચી, ખાંડ - ૧ ચમચો, આઇસ કયુબ માટે ટામેટાનો રસ - ૨ ચમચા, ફુદીનાનો રસ - ૧ ચમચો



રીત



આઇસ ટ્રેમાં ટામેટાના રસમાં મીઠું નાખીને થોડું પાણી ઉમેરી કયુબ જામવા માટે મૂકી દો. ફુદીનાના રસમાં મીઠું અને જીરું ભેળવી થોડું પાણી નાખીને કયુબ જામવા માટે મૂકી દો.



ટામેટાને ધોઇને તેના નાના ટુકડા સમારો. ફુદીનાને ધોઇ સમારીને તેમાં મિકસ કરો. તેમાં મીઠું અને ખાંડ ભેળવી મિકસરમાં ક્રશ કરો. ત્યારબાદ તેને ગાળી લો. બાઉલમાં કાઢીને જીરું -મરીનો પાઉડર તેમાં નાખો. પછી આને ગ્લાસમાં કાઢી તેમાં ટામેટાના ટુકડા અને ટામેટા અથવા ફુદીનાના આઇસક્યુબ નાખીને સર્વ કરો. ગરમીમાં આ કોકટેલ તમને ઠંડક જરૂર આપશે.

No comments: