ચટપટી રોટી ચાટ
Source: Bhaskar News, Ahmedabad
સામગ્રી
રોટલી - ૬ નંગ
સમારેલાં ટામેટાં - ૨ નંગ
તેલ - ૨ ચમચી, ખાંડ - ૨ ચમચી
મરચું - અડધી ચમચી
બારીક સમારેલી ડુંગળી - ૧ નંગ
ધાણાજીરું - અડધી ચમચી
ગ્રીન ચટણી - ૨ ચમચા
લસણની ચટણી - ૧ ચમચી
ગળ્યું દહીં - ૨ ચમચા
મીઠું - સ્વાદ મુજબ
કોથમીર - સજાવટ માટે
રીત
રોટલીનો અધકચરો ભૂકો કરો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ટામેટાં સાંતળો. ત્યાર બાદ તેમાં મીઠું, મરચું, ખાંડ અને પા કપ પાણી ભેળવી ગ્રેવી તૈયાર કરો. પછી તેમાં રોટલીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરો. આ માવાના ચાર ભાગ કરી તેને ગોળ વાળીને ચાટપ્લેટમાં મૂકો. તેના પર ગ્રીન ચટણી અને લસણની ચટણી એક-એક ચમચી રેડી બંને ચટણીને મિક્સ કરો. હવે તેના પર મિક્સ ચટણી, ગળ્યું દહીં, સમારેલી ડુંગળી અને કોથમીર ભભરાવી સર્વ કરો.
No comments:
Post a Comment