પૌષ્ટિક સોયા કબાબ
સામગ્રી
સોયાના પૌઆ - ૨ કપ
સમારેલી ડુંગળી - ૧ નંગ
સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ
ધાણા પાઉડર - ૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ
જીરું પાઉડર - ૧ ચમચી
મરચું - અડધી ચમચી,
ચાટ મસાલો - ૧ ચમચી
આદુંનું છીણ - નાનો ટુકડો
આમચૂર - પા ચમચી, પૌઆ - અડધો કપ
ટોફૂનું છીણ - ૧૫૦ ગ્રામ
સાબુદાણા - ૩-૪ ચમચા
ગરમ મસાલો - ૧ ચમચી
સમારેલી કોથમીર - ૧ ચમચો
તેલ - તળવા માટે
રીત
સોયાના પૌંઆ, ડુંગળી, લીલાં મરચાં, ધાણા અને જીરાનો પાઉડર, મીઠું, મરચું, આદું, ચાટ મસાલો અને આમચૂરને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરો. તેમાં ટોફૂ નાખી ફરી બે મિનિટ માટે બ્લેન્ડ કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં પૌંઆ, સાબુદાણા, ગરમ મસાલો અને કોથમીર બરાબર ભેળવો. તે પછી તેમાંથી એક્સરખા સોળ ભાગ કરી તેને ગોળ કબાબનો શેપ આપો. નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ કબાબને બંને બાજુએ આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. લીલી ચટણી સાથે ગરમ જ સર્વ કરો.
No comments:
Post a Comment