લીંબુનું ગળ્યું અથાણું
Source: Krutika Mehata
સામગ્રી
લીંબુ - ૨ કિલો
ગોળ કેરીના અથાણાંનો તૈયાર મસાલો - ૨૦૦ ગ્રામ
ખાંડ - ૮૦૦ ગ્રામ
મીઠું - પ્રમાણસર
હળદર - ૩ ચમચી
રીત
સારી જાતના લીંબુને ધોઇ, લૂછીને એક લીંબુના આઠ ટુકડા કરો. મીઠું અને હળદર ભેળવી લીંબુના ટુકડાઓને તેમાં ચોળી બોટલમાં ભરી લો. ચોવીસ કલાક પછી લીંબુ બહાર કાઢીને કૂકરમાં બાફવા મૂકો. ચાર વ્હિસલ વગાડો. બાફેલા લીંબુને ચાળણીમાં રાખો. બરોબર નિતરી જાય પછી ગોળ કેરી બનાવવા માટે મળતા તૈયાર મસાલામાં ખાંડ ભેળવીને લીંબુ નાખી સાચવીને હલાવો. મિક્સ થઇ જાય પછી કાચની બરણીમાં ભરી દો. પાંચ-છ દિવસ પછી ખાવાના ઉપયોગમાં લો. આ અથાણું લાંબા સમય સુધી સારું રહેશે.
No comments:
Post a Comment