કેરીનો છુંદો
Source: Ketaki Pandya
સામગ્રી
કેરી - ૨ કિલો
ખાંડ - દોઢ કિલો
મીઠું, હળદર - પ્રમાણસર
જીરું - ૧ ચમચી
મરચું - ૧ ચમચો
તજનો પાઉડર - અડધી ચમચી
એલચીનો પાઉડર - અડધી ચમચી
રીત
કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠા અને હળદરમાં ચોળી લો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે આ છીણને એક તપેલામાં ભરીને ઉપર સ્વચ્છ કપડું બાંધી દો અને તડકામાં મૂકી રાખો. દરરોજ બે વખત ચમચાથી હલાવતાં રહો અને ખાંડની ચાસણી થઇ જાય ત્યાં સુધી રહેવા દો. જીરું અધકચરું વાટો અને તજ-એલચીનો પાઉડર તથા મરચું મિક્સ કરીને છુંદાને બરણીમાં ભરી લો.
No comments:
Post a Comment