કારેલાંની ટિક્કી
Source: Divyabhaskar
સામગ્રી
કારેલાંનું છીણ - ૩ ચમચા
ગાજરનું છીણ - ૫ ચમચા
પનીર - ૧૦૦ ગ્રામ
લીલા વટાણાં - ૧ વાટકી
બ્રેડક્રમ્બ્સ - ૨ ચમચી
લીલા મરચાં સમારેલાં - ૨ ચમચી
આમચૂર પાઉડર - ૩ ચમચી
કોથમીર સમારેલી - જરૂર પ્રમાણે
મીઠું - સ્વાદ મુજબ
તેલ - જરૂર પ્રમાણે
રીત
સૌથી પહેલાં પનીરને મસળી લો. લીલા વટાણાંને બાફી તેનો છુંદો કરો. કારેલાં અને ગાજરના છીણમાં આ બધી સામગ્રી ભેગી કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરો. તેના એકસરખા આઠ ભાગ કરી લંબગોળ આકાર આપો. બ્રેડક્રમ્બ્સમાં રગદોળો અને તેલ ગરમ કરી બધી ટિક્કીને બદામી રંગની સાંતળી લો.
No comments:
Post a Comment