શાહી ખાંડવી
સામગ્રી :
ખાંડવી માટે :
ચણાનો લોટ - એક કપ
પાણી - અઢી કપ
ગુલાબજળ - થોડાં ટીપાં
ટોપિંગ માટે :
મિલ્કમેડ - અડધું ટીન
દૂધ - બે કપ
પનીર - ૧૦૦ ગ્રામ
મેંદો - અડધો ચમચો
ઈલાયચી પાઉડર - અડધી ચમચી
સ્ટફિંગ માટે :
તાજો માવો - અડધો કપ
મિલ્કમેડ - ૩ ચમચા
બૂરું ખાંડ - ૨ ચમચા
એલચી પાઉડર - અડધી ચમચી
કેસર - થોડા તાંતણા (ગરમ દૂધમાં પલાળેલા)
સજાવટ માટે :
સમારેલાં ડ્રાયફ્રૂટ્સ - એક ચમચો
વરખ - ૧ નંગ
રીત :
રબડી : પનીરને મસળી લો. મેંદામાં ૩થી ૪ ચમચા દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. મિલ્કમેડ અને બાકીના દૂધને મિક્સ કરીને ઊકળવા મૂકો. તેમાં મેંદાની પેસ્ટ ઉમેરીને સતત હલાવતાં રહો. હવે ગેસ ધીમો કરીને પાંચેક મિનિટ સુધી રહેવા દો. ઠંડું પાડીને ફ્રિજમાં મૂકો.
માવાનું પૂરણ : તાજા માવાને હળવા હાથે મસળો. તેમાં બૂરું ખાંડ, મિલ્કમેડ, એલચી અને પલાળેલું કેસર મિક્સ કરો.
ખાંડવી : ચણાના લોટમાં પાણી મિક્સ કરીને ખીરું બનાવો. તેમાં ગુલાબજળનાં થોડાં ટીપાં મિક્સ કરો. હવે જાડા તળિયાવાળી કડાઈને ગેસ પર મૂકી તેમાં આ ખીરું નાખીને સતત હલાવતાં રહો. તૈયાર થઈ જાય એટલે તેલ ચોપડેલી થાળીમાં ખીરું પાથરો. તેમાં માવાનું પૂરણ પાથરી વ્યવસ્થિત રોલ બનાવો. આ રોલને ૧૦ મિનિટ માટે ફ્રિજમાં મૂકો. ત્યાર બાદ ૧ ઈંચના ટુકડા કરો. આ ટુકડાને સર્વિંગ ડિશમાં મૂકો. તેના પર ઠંડી રબડી રેડો. વરખ અને સમારેલાં ડ્રાયફ્રૂટ્સથી સજાવટ કરો.
No comments:
Post a Comment