Sunday, January 9, 2011

પરવળની મીઠાઇ


પરવળની મીઠાઇ



Source: Bhaskar News, Ahmedabad  





 
સામગ્રી

પરવળ - ૨૫૦ ગ્રામ
માવો - ૧ કપ
ખાંડ - દોઢ કપ
એલચીનો પાઉડર - પા ચમચી
બદામની ચીરી - ૧૦ નંગ
પિસ્તાંની ચીરી - ૧૦ નંગ
દૂધનો પાઉડર - ૨ ચમચા
સોડા બાયકાર્બ - ચપટી
કેસર - થોડા તાંતણા
ચાંદીનો વરખ - સજાવટ માટે

રીત

પરવળને છોલી, તેમાંથી બી કાઢી નાખી પાતળી ચીરીઓ કરો. માવાને મધ્યમ આંચે શેકી તે બદામી રંગનો થાય એટલે તેમાં અડધો કપ ખાંડ ભેળવો અને શેકો. બીજી તપેલીમાં બાકીની ખાંડને એક કપ પાણી રેડી ઉકાળો અને પાતળી ચાસણી તૈયાર કરો. તેમાં એલચીનો પાઉડર અને માવો મિક્સ કરો. પછી આંચ પરથી ઉતારી લઇ તેમાં બદામ-પિસ્તાંની ચીરીઓ ભેળવો. દૂધનો પાઉડર મિક્સ કરો. હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દો. ઊ¶ડી તપેલીમાં પાણી ગરમ કરી તેમાં ચપટી સોડા નાખી પરવળને બે-ત્રણ મિનિટ ઉકાળો. નિતારીને તેને ચાસણીમાં નાખી એકદમ પોચી થાય ત્યાં સુધી રહેવા દો. તે પછી નિતારીને કાઢી લો અને ઠંડી થવા દો. આને માવાના મિશ્રણ સાથે ભેળવી ઉપર કેસરના થોડા તાંતણા ભભરાવો અને ચાંદીના વરખથી સજાવો. પરવળની મીઠાઇને ઠંડી જ સર્વ કરો.

No comments: