Sunday, January 9, 2011

પાપડ સ્ટફ પરોઠા


પાપડ સ્ટફ પરોઠા



Source: Bhavnaben Vaidhya








સામગ્રી



ઘઉંનો લોટ - દોઢ વાટકી

તળેલાં પાપડ - ૪થી ૫ નંગ (મરીવાળા, મગ કે અડદના)

સમારેલી ડુંગળી - ૨ નંગ

લાલ મરચું - ૧ ચમચી

સમારેલી કોથમીર - ૧ વાટકી

તેલ - જરૂર પ્રમાણે

મીઠું - સ્વાદ મુજબ



રીત



ઘઉંના લોટમાં તેલ અને મીઠું નાખીને પાણીથી કણક બાંધી લો અને તેને ૧૫ મિનિટ સુધી ઢાંકી રાખો. એક પેનમાં થોડું તેલ નાખીને ડુંગળી સાંતળો. પછી આંચ પરથી ઉતારી લઇ તેમાં મીઠું, કોથમીર, લાલ મરચું અને પાપડને હાથથી ચૂરો કરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે કણકમાંથી લૂઓ લઇ તેના પરોઠા વણો. પરોઠાને શેકી લો અને પછી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો. આ સ્ટફિંગ ભરીને પરોઠાનો રોલ વાળી દો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

No comments: