પંચરત્ન પેટીસ
Source: Bharati Shah, Ahmedabad
સામગ્રી
મગ, મઠ, ચણા - ૧ વાટકી
સમારેલી ફણસી - ૧ વાટકી
વટાણા - ૧ વાટકી
સમારેલી દૂધી - ૧ વાટકી
કાચા કેળાં - ૨ નંગ
સફરજન - ૧ નંગ
દાડમના દાણા - ૫૦ ગ્રામ
ચીઝ/પનીર - ૨ ચમચા
આદું-મરચાની પેસ્ટ - ૧ ચમચી
બ્રેડક્રમ્બ્સ - ૨ ચમચા
ગરમ મસાલો - ૧ ચમચી
હળદર - પા ચમચી
ચાટ મસાલો - ૧ ચમચી
સૂકો મેવો - જરૂર પ્રમાણે
લીંબુનો રસ - ૨ ચમચી
મીઠું - સ્વાદ અનુસાર
રીત
સૌપહેલાં બધાં કઠોળને ભેગા કરી ત્રણ-ચાર કલાક પલાળી રાખો. પછી તેમાં મીઠું નાખી બાફી લેવા. કાચા કેળાંને બાફી, છોલીને છુંદો કરો. સફરજનને છીણવું. ફણસી, વટાણા અને દૂધીને બાફી લેવા. ત્યાર બાદ બધી જ સામગ્રી ભેગી કરીને મિશ્રણ તૈયાર કરો. આમાંથી નાના નાના ગોળા વાળી પેટીસનો આકાર આપી નોનસ્ટિકમાં આછા બદામી રંગની સાંતળો. સોસ કે ગ્રીન ચટણી સાથે ગરમ પેટીસનો સ્વાદ માણો.
No comments:
Post a Comment