સોયાબીન ટોસ્ટ
Source: Sanjeev kapoor/ Khanpan
સામગ્રી
સોયાબીન - ૧ કપ
બ્રેડની સ્લાઇસ - ૪ નંગ
આદું-લસણની પેસ્ટ - ૧ ચમચી
સમારેલી ડુંગળી - ૧ નંગ
સમારેલાં લીલાં મરચાં - ૨ ચમચી
તેલ - ૨ ચમચી, જીરું - અડધી ચમચી
સમારેલી કોથમીર - ૧ ચમચી
મીઠું - સ્વાદ મુજબ
રીત
સોયાબીનને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને બાફીને ફોતરા કાઢીને ક્રશ કરી લો. ક્રશ કરેલા સોયાબીનમાં બ્રેડ સિવાયની બધી જ સામગ્રી ભેળવી દો. બ્રેડની કિનારીઓ કાપી તેને ત્રિકોણ આકાર આપો. બ્રેડના ટુકડા પર એક તરફ સોયાબીનની પેસ્ટ લગાવો અને નોનસ્ટિક લોઢી પર થોડું તેલ ગરમ કરી બ્રેડની સ્લાઇસને બંને તરફ લાલ થાય ત્યાં સુધી શેકો. ચટણી કે ટામેટાંના સોસ સાથે સર્વ કરો.
No comments:
Post a Comment