Sunday, January 9, 2011

કોથમીર - ચીઝ પરોઠાં




કોથમીર - ચીઝ પરોઠાં



Source: Bhaskar News, Ahmedabad



 

સામગ્રી


 


ઘઉંનો લોટ - ૨ વાટકી


ચીઝનું છીણ - ૧ વાટકી


દહીં - ૧ નાની વાટકી


ઝીણી સમારેલી કોથમીર - ૧ વાટકી


મીઠું - સ્વાદ મુજબ


આદું-મરચાંની પેસ્ટ - ૧ ચમચી


તલ - ૧ ચમચી


લીંબુનો રસ - ૧ ચમચી


ખાંડ - ૧ ચમચી


તેલ - જરૂર પ્રમાણે


 


રીત
 


ઘઉંના લોટમાં તેલનું મોણ નાખીને તેમાં દહીં, ખાંડ, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ ભેળવીને લોટ બાંધી લો. લોટમાંથી લૂઆ લઇ પરોઠું વણો. પરોઠાંના અડધા ભાગમાં સમારેલી કોથમીર પાથરો, પછી ચીઝનું છીણ અને તલ ભભરાવો. તેને ફોલ્ડ કરી ત્રિકોણાકાર બનાવીને ફરીથી હળવા હાથે વણો. નોનસ્ટિક લોઢી પર તેલ મૂકી શેકો અને ઠંડા દહીં સાથે સ્વાદ માણો.

No comments: