પનીર સેન્ડવીચ પકોડા
Source: Bhaskar News, Ahmedabad
સામગ્રી
પનીર - ૨૫૦ ગ્રામ
તેલ - તળવા માટેબુંદી - ૧ કપ
લસણની ચટણી માટે લસણ - ૮-૧૦ કળી
આખા લાલ મરચાં - ૧૦-૧૨ નંગ
મીઠું - સ્વાદ મુજબ
લીંબુનો રસ - ૧ ચમચો
ખીરું બનાવવા માટે ચણાનો લોટ - ૧ કપ
આદુંની પેસ્ટ - ૧ ચમચો
લસણની પેસ્ટ - ૧ ચમચી
હળદર - અડધી ચમચી
મરચું - ૧ ચમચી
ખાવાનો સોડા - ચપટી
મીઠું - સ્વાદ મુજબ
પનીર - ૨૫૦ ગ્રામ
તેલ - તળવા માટેબુંદી - ૧ કપ
લસણની ચટણી માટે લસણ - ૮-૧૦ કળી
આખા લાલ મરચાં - ૧૦-૧૨ નંગ
મીઠું - સ્વાદ મુજબ
લીંબુનો રસ - ૧ ચમચો
ખીરું બનાવવા માટે ચણાનો લોટ - ૧ કપ
આદુંની પેસ્ટ - ૧ ચમચો
લસણની પેસ્ટ - ૧ ચમચી
હળદર - અડધી ચમચી
મરચું - ૧ ચમચી
ખાવાનો સોડા - ચપટી
મીઠું - સ્વાદ મુજબ
રીત
ચીઝના બે ઇંચ લાંબા અને અડધો ઇંચ જાડા ટુકડા કરો. તેની દરેકની વચમાં એ રીતે કાપો મૂકો કે એક બાજુથી ટુકડો જોડાયેલો રહે. હવે બુંદીને હાથથી ક્રશ કરો અને એક તરફ રહેવા દો. લસણને આખા લાલ મરચાં અને મીઠું નાખી ક્રશ કરી બારીક ચટણી બનાવો. તેમાં લીંબુનો રસ ભેળવો. આ ચટણીને પનીરના દરેક ટુકડામાં ભરી રહેવા દો. એક કડાઇમાં તેલ ગરમ મૂકો. ચણાના લોટમાં આદુંની, લસણની પેસ્ટ, હળદર, મરચું, ખાવાનો સોડા ભેળવો.
તેમાં ત્રણ ચમચા ગરમ તેલ મિકસ કરો અને જરૂર પૂરતું પાણી રેડી ઘટ્ટ ખીરું બનાવો. તેમાં ગાંઠા ન રહી જાય એટલે ખૂબ સારી રીતે હલાવો. હવે પનીર સેન્ડવિચના દરેક ટુકડાને આ ખીરામાં બોળી, બુંદીના ભૂકામાં રગદોળો. તેને તેલમાં આછા બ્રાઉન અને ક્રિસ્પી થાય એવા તળીને ગરમ જ સર્વ કરો.
No comments:
Post a Comment