બાફિયા ગુંદા
Source: Bhaskar News
સામગ્રી
ગુંદા - ૨૫૦ ગ્રામ
કાચી કેરીની છીણ- ૪૦ ગ્રામ
મીઠું - ૧ ટેબલસ્પૂન
લાલ મરચું - ૨ ટેબલસ્પૂન
રાઇના કુરિયા - ૧૦ ગ્રામ
મેથીના કુરિયા - ૨૦ ગ્રામ
તેલ - ૧/૨ કપ
રીત
સૌ પ્રથમ ગુંદાને કૂકરમાં એક વ્હીસલ મૂકી બાફી લો. ઠરે ત્યારબાદ ગુંદામાંથી ઠિળયા કાઢી લો. ત્યારબાદ રાઇ- મેથીના કુરિયા, મીઠું, મરચું, કેરીની છીણ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ ગુંદાની અંદર મસાલો દાબીને ભરી લો. એક બોટલમાં ગુંદા ભરી લો અને ત્યારબાદ ઉપરથી તેલ રેડો.
No comments:
Post a Comment