Sunday, January 9, 2011

રિંગ સલાડ




રિંગ સલાડ



Source: Sanjeev Kapoor, Khanpan



 

સામગ્રી



જીલેટીન - ૧ પાઉચ


ટામેટાંનો સૂપ - દોઢ-બે કપ


દૂધ - ૧૦ ચમચા


બાફેલાં શાક - દોઢ કપ


કાકડી - ૨ નંગ


ડુંગળી (છીણેલી) - ૨ ચમચા


લેટ્યૂસની ભાજી - ૧ ઝૂડી


મેયોનીઝ - ૩ ચમચા


ચીઝ સ્પ્રેડ - દોઢ ચમચો


મીઠું, મરી, ખાંડ - સ્વાદ મુજબ



રીત



જીલેટીનને ટામેટાંના સૂપમાં નાખી દસ મિનિટ માટે રહેવા દો. પછી ધીમી આંચે તેને ઓગાળો. જીલેટીન ઓગળી જાય એટલે આંચ પરથી ઉતારી લઈને સૂપ ઠંડો થાય એટલે દૂધ ઉમેરો. આમાં ખાંડ, મીઠું, મરીનો પાઉડર સ્વાદ મુજબ ભેળવો. ત્યાર બાદ તેને ગોળ મોલ્ડમાં રેડી સેટ થવા દો. ચીઝ સ્પ્રેડમાં ત્રણ ચમચા મેયોનીઝ ભેળવો.



આ મિશ્રણમાં બાફેલાં શાક (ગાજર, વટાણા, ફણસી) અને ડુંગળીનું છીણ મિક્સ કરો. કાકડીને છોલી તેનાં પતીકાં કરો. લેટ્યૂસની ભાજીને ધોઈ તેનાં પાન એક તરફ રહેવા દો. એક પ્લેટમાં ટામેટાં સૂપની રિંગ કાઢો. આ રિંગની આજુબાજુ લેટ્યૂસનાં પાન ગોઠવો. તેના પર કાકડીનાં પતીકાંને ગોઠવો. ટામેટાં સૂપની રિંગની વચમાં શાકનું મિશ્રણ ભરી દો. આના પર વધારાનું મેયોનીઝ લગાવી રિંગ સલાડને એકદમ ઠંડું સર્વ કરો.



નોંધ



આ સલાડમાં તમે ઈચ્છો તો બીટ, ગાજર વગેરે શાક ઉમેરીને તેને વધુ રંગીન અને પૌષ્ટિક બનાવી શકો છો.

No comments: