ફ્લાવરનું આદુંવાળું શાક
Source: Kailash Patel,Unjha
સામગ્રી
બાફેલું ફ્લાવર - ૧૫૦ ગ્રામ
તેલ - ૨ ચમચા
આદુંનો રસ - ૧ ચમચી
બારીક સમારેલું આદું - ૨ ચમચી
મરી - ૧ ચમચી
બારીક સમારેલી ડુંગળી - ૨ નંગ
સમારેલી કોથમીર - ૨ ચમચા
ગરમ મસાલો - ૨ ચમચી
માખણ - ૧ ચમચો
મીઠું - સ્વાદ મુજબ
રીત
નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, આદું અને મરી નાખીને સાંતળો. પછી તેમાં આદુંનો રસ અને ફ્લાવર ઉમેરી થોડું પાણી ઉમેરી ગરમ થવા દો. તેમાં ગરમ મસાલો નાખી અને હલાવો. થોડી વાર પછી કોથમીર ભેળવીને બાઉલમાં કાઢો. તેના ઉપર માખણ નાખી ગરમ ગરમ સર્વ કરો
No comments:
Post a Comment