ખટમીઠો પુલાવ
Source: Sanjeev Kapoor, Khanpan
ચોખા - દોઢ કપ
તેલ - ૨ ચમચા
લાલ મરચાં - ૬ નંગ
રાઈ - ૧ ચમચી
ચણાની દાળ - ૨ ચમચા
અડદની ફોતરાં વિનાની દાળ - ૨ ચમચા
હળદર - અડધી ચમચી
હિંગ - પા ચમચી
લીમડાનાં પાન - ૧૦-૧૨ નંગ
શેકેલી સીંગ - પા કપ
સમારેલું આદું - નાનો ટુકડો
આમલીનો રસ - ૩ ચમચા
તલ (ઐચ્છિક) - ૩ ચમચા
મીઠું - સ્વાદ મુજબ
રીત
ચોખાને ચાર કપ પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખીને પછી નિતારી લો. હવે છ કપ પાણી લઈ તેને ઉકાળો. તેમાં ચોખા નાખી બફાવા દો. નિતારી લઈને એક પ્લેટમાં પાથરી ઠંડા પડવા દો. પછી તેના પર સહેજ તેલ રેડી મિક્સ કરો.
બે ચમચા તેલ ગરમ કરી તેમાં ચાર લાલ મરચાં, રાઈ, ચણાની દાળ અને અડદની ફોતરાં વગરની દાળનો વઘાર કરો. બે-ત્રણ મિનિટ દાળ આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હળદર, હિંગ, લીમડો, શેકેલા સીંગદાણા અને સમારેલું આદું ઉમેરી અડધી મિનિટ સાંતળો.
આમલીનો રસ રેડી, મીઠું નાખી બે-ત્રણ મિનિટ રહેવા દો. તલ શેકીને બે લાલ મરચાં સાથે અધકચરા ગ્રાઈન્ડ કરો. આ ગ્રાઈન્ડ કરેલા તલ અને આમલીનો રસ તૈયાર ભાતમાં ભેળવો.
No comments:
Post a Comment