ફુસીલી ફેન્ટસી (પાસ્તા સલાડ)
Source: Sanjeev Kapoor, Khanpan
ફુસીલી પાસ્તા - ૩૦૦ ગ્રામ
રેડ કેપ્સિકમ - ૧ નંગ
ગ્રીન કેપ્સિકમ - ૧ નંગ
યલો કેપ્સિકમ - ૧ નંગ
ગાજર - ૨ નંગ
ફુદીનો - અડધી ઝૂડી
કોથમીર - અડધી ઝૂડી
ટામેટાં - ૨ નંગ
લીલાં મરચાં - ૩ નંગ
કાકડી - ૨ નંગ
ડ્રેસિંગ માટે :
સલાડ ઓઈલ - ૧ ચમચો
લીંબુનો રસ - ૧ ચમચી
ચાટ મસાલો - ૧ ચમચી
સંચળ - ૧/૩ ચમચી
મરી – ચપટી
ખાંડ - ૧/૩ ચમચી
લાલ મરચું - ૧/૩ ચમચી
સજાવટ માટે :
લેટ્યૂસનાં પાન - અડધી ઝૂડી
રીત :
ફુસીલી પાસ્તાને બાફી, નિતારીને તેમાં તેલ ભેળવી એક બાજુ રહેવા દો. રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમને ધોઈને બારીક સમારો. ગાજરને ધોઈ, છોલીને ઝીણાં સમારો. ફુદીના અને કોથમીરને ધોઈ, બારીક સમારો. ટામેટાંને ધોઈને ઝીણાં સમારો. લીલાં મરચાંને ધોઈને ઝીણાં સમારો. કાકડીને છોલી, ધોઈને ઝીણી સમારો.
કાચના મોટા વાડકામાં સલાડ ઓઈલ, લીંબુનો રસ, સંચળ, મરી, ખાંડ, ચાટ મસાલો અને લાલ મરચું ભેળવો. તેમાં બાકીની બધી સામગ્રી ભેળવી બરાબર મિક્સ કરો. છેલ્લે લેટ્યૂસનાં પાનથી સજાવો અને ફ્રિજમાં સલાડ ઠંડું કરી પછી સર્વ કરો.
No comments:
Post a Comment