Sunday, January 9, 2011

ગુલાબજાંબુનું શાક


ગુલાબજાંબુનું શાક



Source: Sanjeev Kapoor, Khanpan



સામગ્રી



ગુલાબજાંબુ - ૧૬ નંગ (નાનાં)

સમારેલાં ટામેટાં - ૫ નંગ

તેલ - ૧ ચમચો

માખણ - ૧ ચમચો

એલચી - ૪ નંગ

લવિંગ - ૫ નંગ

વાટેલું આદું - ૨ ચમચી

વાટેલું લસણ - ૨ ચમચી

મરચું - ૧ ચમચી

ગરમ મસાલો - ૧ ચમચી

કસૂરી મેથી - ૧ ચમચી

મલાઈ/ક્રીમ - અડધો કપ

સમારેલી કોથમીર - ૧ ચમચો

મીઠું - સ્વાદ મુજબ



રીત



ટામેટાંને સમારી તેને બ્લેન્ડરમાં અડધો કપ પાણી રેડીને ખૂબ એકરસ કરો. ગુલાબજાંબુને એક બાઉલમાં કાઢો. તેમાં બે કપ પાણી રેડીને ઓવનમાં ઉચ્ચ તાપમાને એક મિનિટ રાખો. પેનમાં તેલ અને માખણ ગરમ કરો. એલચી, લવિંગ, વાટેલાં આદું-લસણ નાખીને સાંતળો. થોડું પાણી ઉમેરો, જેથી મસાલો દાઝી ન જાય. તેમાં ટોમેટો પ્યોરી, મરચું અને મીઠું મિક્સ કરો.



ગુલાબજાંબુને પાણીમાંથી કાઢી લો. નિતારેલું પાણી મસાલામાં રેડી અને ઊકળવા દો. પછી તેને મઘ્યમ આંચે દસ પંદર મિનિટ સુધી રહેવા દો. ગરમ મસાલો અને કસૂરી મેથી ભેળવો. મલાઈ મિક્સ કરો. સમારેલી કોથમીર નાખી બધું બરાબર ભેળવો. આ ગ્રેવીમાં ગુલાબજાંબુ ભેળવીને હળવેથી મિક્સ કરો. સર્વિંગ બાઉલમાં કાઢી લો.

No comments: