મકાઈની ભેળ
Source: Sanjeev kapoor, Khanpan
સમારેલી ડુંગળી - ૧ નંગ
સમારેલાં ટામેટાં - ૧ નંગ
ચાટ મસાલો - ૧ ચમચી
લીલી ચટણી - ૨ ચમચા
આમલીની ચટણી - ૨ ચમચા
સમારેલી કોથમીર - પા ઝૂડી
સમારેલાં લીલાં મરચાં - ૩-૪ નંગ
બાફીને સમારેલા બટાકા - ૨ નંગ
લીંબુનો રસ - દોઢ ચમચી
મીઠું - સ્વાદ મુજબ
સેવ - સજાવટ માટે
રીત
મકાઈના દાણાને બાફી વધારાનું પાણી નિતારી લો. આ ભેળ ગરમ કે ઠંડા મકાઈના દાણાની પણ બની શકે છે. બાઉલમાં મકાઈના દાણા, ડુંગળી, ટામેટાં, બટાકા, ચાટ મસાલો, લીલાં મરચાં, લીલી ચટણી, આમલીની ચટણી, કોથમીર બધું મિક્સ કરો. લીંબુનો રસ રેડી, મીઠું નાખીને ભેળ તૈયાર કરો. પ્લેટમાં કાઢી ઉપર સેવ ભભરાવી તરત જ સ્વાદ માણો.
No comments:
Post a Comment