ગાજર ફ્લાવરનું અથાણું
Source: Bhaskar News
સામગ્રી
ગાજર - ૨૫૦ ગ્રામ,
ફ્લાવર - ૨૫૦ ગ્રામ
મીઠું - સ્વાદ પ્રમાણે, તેલ - ૧ કપ
લાલ મરચું- ૨ ટેબલસ્પૂન
મેથીના કુરિયા - ૨૫ ગ્રામ
રીત
સૌ પ્રથમ ગાજરને ધોઇ છોલી નાના ટુકડા કરો. ફ્લાવરના સહેજ મોટા ટુકડા કરી બાફી લો. ત્યારબાદ એક બાઉલમાં મેથીના કુરિયા, મીઠું, મરચું મિક્સ કરો. તેલને ગરમ કરો. તેલ ઠંડું થયા બાદ કુરિયાની અંદર મિક્સ કરો. ગાજર, ફ્લાવર મિક્સ કરો. બરણીમાં તાજું ભરી લો.
No comments:
Post a Comment