Friday, January 7, 2011

સમોસા



સમોસા



સામગ્રી :
૨૫૦ ગ્રામ બટાકા,
૨૫૦ ગ્રામ વટાણાં,
મેંદાનો લોટ, તેલ,
મીઠું, મરચું, હળદર,
હીંગ, ગરમ મસાલો,
કાજુ, દ્રાક્ષ.
રીત :
બટાકાને બાફીને ભૂકો કરવો,વટાણાને બાફીને દબાવીને બટાકામાં ભેળવો. તેમાં કાજુ,દ્રાક્ષ, સ્વાદાનુસાર મરચુ,હળદર,ખાંડ,લીંબું નો રસ, ગરમ મસાલો, હીંગ ભેળવી માવો તૈયાર કરો. મેંદાના લોટમાં તેલનું મોણ નાંખી લોટ બાંધો. મોટી પૂરી વણી વચ્ચેથી કાપી શંકુ આકાર બનાવી તેમાં બટાકાનો માવો ભરો અને કિનારી દબાવી દો. એક તાવડી માં તેલ મૂકી તળી લો. સમોસા ની સાથે આંબોળીયાની ચટણી ઘણી સ્વાદિષ્ટ લાગે છે.

No comments: