Friday, January 7, 2011

ટેસ્ટી ટોમેટો ઉપમા



ટેસ્ટી ટોમેટો ઉપમા



સામગ્રી -
4 ચમચી ઘી/બટર, 1 કપ રવો,
2 ડુંગળી કાપેલી, 1 ચમચી રાઈ,
1 ચમચી જીરુ, થોડોક કઢી લીમડો.
1 ચમચી આદુનો પેસ્ટ,
2-3 લીલાં મરચાં, 2 મોટા ટામેટા,
3 ચમચી સમારેલા ધાણા,
2 ચમચી કાપેલા છીણેલું નાળિયેર,
2 કપ ગરમ પાણી,
સજાવવા માટે ક્રશ મગફળી.
વિધિ -
એક પેનમાં ધીમા તાપ પર ઘી/બટરને ગરમ કરી તેમા રવો નાખીને સેકો. જ્યારે આછા બદામી રંગમાં સેકાઈ જાય તો ગેસ પરથી નીચે ઉતારી લો. હવે બચેલા ઘીને કઢાઈમાં ગરમ કરી રાઈ-જીરુ નાખો.
હવે કઢી લીમડો, આદુનુ પેસ્ટ, લીલા મરચાં અને ડુંગળી નાખીને હલાવો. આ મિશ્રણને ધીમા ગેસ પર 3-4 મિનિટ ચલાવો. હવે તેમા કાપેલા ટામેટા નાખીને બફાય ત્યાં સુધી હલાવો.
આમાં થોડા લીલા ધાંણા નાખીને થવા દો. પહેલાથી જ તૈયાર રવા અને ગરમ પાણીને આમાં નાખીને ત્યાં સુધી થવ દો જ્યા સુધી પાણી પૂરી રીતે બળી ન જાય. હવે તેને ગેસ પરથી નીચે ઉતારી મગફળીના દાણાથી સજાવો. લો તૈયાર છે ગરમા-ગરમ ટેસ્ટી ટોમેટો ઉપમા.

No comments: