કોર્નફ્લેક્સનાં પૌવા
જરૂરી સામગ્રી : (૧) કોર્નફલેક્સ : ૨ વાટકી
(૨) છાસ : ૨ ચમચા
(૩) જીરું (૪) હીંગ
(૫) તલ (૬) હળદર
(૭) મીઠું (૮) સાકર
(૯) લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં
(૧૦) લીમડો. (૧૧) ટામેટાં : ૩
(૧૨) કોથમીર : ઝીણી સમારેલી
(૧૩) છીણેલું કોપરું : ૪ ચમચા
(૧૪) તેલ : ૨ ચમચાં (૧૫) લીંબુ.
બનાવવાની રીત :
કોર્નફલેક્સ અને છાશ ભેળવીને રહેવા દો. ટામેટાંના બારીક ટુકડા કરો. એક વાસણમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, હીંગ, તલ, લીલાં મરચાં લીમડો નાખો. બરાબર વઘાર આવી જાય એટલે તેમાં ટામેટાં નાખો. ટામેટાં વઘારી ૧ થી ૨ મિનિટ રહેવા દઈ તેમાં કોર્નફલેક્સ, મીઠું, સાકર અને હળદર નાખી સ્વાદ પ્રમાણે લીંબુનો રસ નાખી બરાબર હલાવીને મિક્સ કરો. થોડીવાર તાપ ઉપર રહેવા દઈ લઈ લેવું, પછી ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને કોપરાનું છીણ નાંખવું.
આ વાનગી ચા-કોફી સાથે ગરમા ગરમ ખાવાના ઉપયોગમાં લેવાથી સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી ખૂબ જ જલદી બને છે તેમજ ખૂબ જ પૌષ્ટિક છે.
No comments:
Post a Comment