Friday, January 7, 2011

સૂકી લસણની ચટણી



સૂકી લસણની ચટણી



સામગ્રી:-
¼ કિ.ગ્રા. કાશ્મીરી આખા મરચા
2 સૂકા લસણની કળીઓનો ગાંઠો
1 મોટો ચમચો ધાણા
1 મોટો ચમચો સફેદ તલ
1 નાની ચમચી જીરુ
મીઠું સ્વાદાનુસાર
રીત :-
લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લેવી. લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લેવું. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે. ખાખરા ઉપર આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

No comments: