ફરાળી સ્ટફ દહીંવડા
સામગ્રી :
૧ બાઉલ રાંધેલો મોરૈયો,
૩ ચમચી શીંગદાણાનો ભૂકો,
૩ ચમચી ટોપરાનું ખમણ,
૧ ચમચી તલ, ૧ ચમચી ખસખસ,
૪ નંગ ઝીણા સમારેલા મરચાં,
૮ થી ૧૦ નંગ દ્રાક્ષ,
મીઠું સ્વાદાનુસાર,
દોઢ ચમચી લીંબુનો રસ,
ઝીણા સમારેલી કોથમીર,
દળેલી ખાંડ જરૂર પ્રમાણે,
તળવા માટે તેલ,
વઘાર માટે ૨ ચમચી ઘી,
૧ વાટકો દહીં, અડધી ચમચી જીરુ,
મીઠા લીમડાના પાન,
લાલ મરચું ,
શેકેલા જીરાનો પાઉડર.
રીત :
સૌ પ્રથમ મોરૈયાને આદુ મરચાની પેસ્ટ અને મીઠું નાખી વઘારી રાંધી લો. હવે એક બાઉલમાં શીંગદાણાનો ભૂકો, ટોપરાનું ખમણ, તલ, ખસખસ, ઝીણા કાપેલા મરચાં, મીઠું, લીંબુનો રસ, સમારેલી કોથમીર અનેદળેલી ખાંડ ઉમેરી બરાબર મિકસ કરો.
હવે રાંધેલા મોરૈયાને હાથ વડે મસળી, નાનો લુવો લઇ હાથમાં થેપલી કરો. તેમાં તૈયાર કરેલો માવો મૂકી, ઉપર બીજી થેપલી મૂકી સ્ટફ કરી દો. આ તૈયાર કરેલા ગોળાને મોરૈયાના લોટમાં રગદોળી, ગરમ તેલમાં ધીમી આંચે બ્રાઉન રંગના તળી લો. તળાઇ જાય એટલે ટીશ્યૂ પેપર પર મૂકી દો, જેથી વધારાનું તેલ તેમાં શોષાઇ જાય.
હવે દહીંને પહેલા વલોવી નાખી તેમાં થોડી દળેલી ખાંડ નાખો. તેના વઘાર માટે થોડુ ઘી મૂકો. તેમાં જીરુ અને મીઠા લીમડાના પાન ઉમેરી આ વઘાર દહીંમા રેડી દો. એક પ્લેટમાં વડા મૂકી ઉપર દહીં ઉમેરો. લાલ મરચું અને શેકેલા જીરુનો પાઉડર ભભરાવો. ફરાળી દહીંવડા તૈયાર.

No comments:
Post a Comment