ફરાળી પેટીસ
સામગ્રી :
૨ નંગ બાફેલા બટેટા,
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ,
મીઠું સ્વાદાનુસાર,
૧ ચમચી તપખીરનો લોટ,
અડધો કપ દહીંનો મસ્કો,
થોડી ખાંડ, ગરમ મસાલો જરૂર પ્રમાણે,
૫૦ ગ્રામ લીલા નાળીયેરનું ખમણ,
૧ નંગ કાચું બટેટું, તળવા માટે તેલ.
રીત :
સૌ પ્રથમ બાફેલા બટેટાના માવામાં આદુ મરચાની પેસ્ટ, મીઠું અને તપખીરનો લોટ ઉમેરી બરાબર મિકસ કરો. પેટીસના બહારના પડ માટે આ માવો તૈયાર કરો. હવે અંદરના સ્ટફીંગ માટે દહીંનો મસ્કો લો. તેમાં મીઠું, થોડી ખાંડ, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ અને લીલા નાળીયેરનું ખમણ ઉમેરી બરાબર મિકસ કરી તેમાંથી નાની નાની ગોળીઓ બનાવો. બટેટાના માવામાંથી હાથ વડે થેપલી કરી આ ગોળીઓ તેમાં મૂકી કવર કરી, ટીકી જેવો આકાર આપો.હવે કાચા બટેટાને ખમણો. બટેટુ પહેલેથી ખમણી ન રાખવું જેથી તે કાળુ ન પડી જાય. તૈયાર કરેલી પેટીસ આ ખમણમાં રગદોળો અને ગરમ તેલમાં બ્રાઉન રંગની તળી લો. ગ્રીન ચટણી કે સોસ સાથે પીરસો.

No comments:
Post a Comment