Friday, January 7, 2011

ફરાળી ઢોકળા



ફરાળી ઢોકળા



સામગ્રી :
૨ કપ મોરયો,
અડધો કપ રાજગરોનો લોટ,
અડધો કપ શિંગોડાનો લોટ,
સિંધાલુણ મીઠું સ્વાદાનુસાર,
ઞીણી સમારેલી કોથમરી,
લીલા મરચાં,
૧ ચમચી વરીયાળીનો પાવડર,
દહીં જરૂર પ્રમાણે, તેલ.
રીત :
મોરયાને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી દો. દહીંને બરાબર હલાવી લો. મોરયો પલળી જાય ઍટલે તેને મીક્ષરમાં દળી લો. હવે દહીંમાં મોરયો, રાજગરો તેમજ શિંગોડાનો લોટ ઉમેરીનો ખીરુ તૈયાર કરો.
તેને ૨-૩ કલાક સુધી રાખી મૂકો.હવે તેમાં ૧ ચમચો ઇનો, મીઠું, વરીયાળીનો પાવડર, લીલી કોથમરી, લીલા મરચાં નાખીને ઍક ડબ્બામાં તેલ લગાવીને તેમાં ખીરુ રેડો. ત્યારબાદ કુકરમાં પાણી નાખીને, તેમાં આ ડબ્બો રાખીને ૧૫ મિનિટ સુધી વરાળમાં બાફો.
ઠંડુ થાય ઍટલે મનપસંદ આકારમાં કાપી લો. હવે ઍક કઢાઇમાં તેલ ગરમ કરીને જીરાનો વઘાર કરી તેમાં ઢોકળાનાં ટુકડાં નાખી દો. ગરમા ગરમ ઢોકળાને કોથમરીની લીલી ચટણી સાથે પીરસો.

No comments: