ફરાળી સૂકીભાજી
૪ થી ૬ વ્યકિત માટે
લો પાવર લેવલ = ૦૦ - ૪૦ %
મઘ્યમ પાવર લેવલ = ૪૦ - ૯૦ %
માઇક્રો = ૧૦૦ %
સામગ્રી :
૫૦ ગ્રામ સમારેલા બટેટા,
૧ કપ શીંગદાણાનો ભૂકો,
૧ ચમચી આખુ જીરુ,
૧ ચમચી તલ,
મીઠું સ્વાદાનુસાર,
સજાવટ માટે કોથમીર,
૨ ચમચાં વાટેલાં લીલા મરચાં,
૨ ચમચા તેલ,
૧ ચમચી ખાંડ,
૧ ચમચી લીંબુનો રસ,
૪-૫ પાન મીઠો લીમડો,
જરૂર મુજબનું પાણી.
રીત :
ઍક બાઉલમાં સમારેલા બટેટા અને યોગ્ય પ્રમાણમાં પાણી લઇ ૧૦ મિનિટ માઇક્રો કરો. બીજા બાઉલમાં તેલ મૂકી તેમાં શીંગદાણાનો ભૂકો, આખુ જીરુ, તલ, મીઠું અને વાટેલાં લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ અને મીઠો લીમડો ઉમેરી ૫ મિનિટ માઇક્રો કરો.
વઘાર થઇ ગયા પછી તેમાં બાફેલાં બટેટા ઉમેરી બરાબર હલાવી ફરી ૩ મિનિટ માટે માઇક્રો કરો. સૂકીભાજીને બીજા બાઉલમાં કાઢી ઉપર સમારેલી કોથમીરથી સુશોભન કરી પીરસો. આ સૂકીભાજી રાજગરાની પૂરી સાથે વધારે સારી લાગશે.

No comments:
Post a Comment