રાજગરાના ભજીયા (ચાર વ્યક્તિ માટે)
સામગ્રી :
૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ,
૩ બટેટા, ૧ ટામેટું,
૫ લીલા મરચાં,
થોડી કોથમરી,
મીઠું ,લાલ મરચું, મરી
તળવા માટે તેલ.
બનાવવાની રીત :
સૌ પ્રથમ બટેટા ખમણી ને ધોઈ એક પ્લેટમાં લઈ લો. તેમાં ટામેટાના ખુબ જ ઝીણા કાપેલા ટૂકડા , લીલા મરચાં તથા કોથમરી સુધારી ને નાંખો હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરો. પ્રમાણસર મીઠું, લાલ મરચું, મરી નાંખી આ મિશ્રણને તૈયાર કરો. (યાદ રાખો કે આ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ ન કરવો. એમ કરવાથી તૈયાર કરેલું ખીરું ઢીલું પડી જાશે અને ભજિયા કરકરા નહિ થાય.) હવે એ તૈયાર કરેલા ખીરામાંથી નાની નાની ભજી ઉકળતા તેલમાં તળી લો અને દહીં તથા લીલા મરચા સાથે ગરમ ગરમ પીરસો.

No comments:
Post a Comment