Sunday, January 9, 2011

ગોળ કેરી




ગોળ કેરી



Source: Bhaskar News  



 

સામગ્રી

રાજાપૂરી કેરી - ૧ નંગ,
વરિયાળી - ૧ ટેબલસ્પૂન
ગોળ - ૫૦૦ ગ્રામ, ખાંડ - ૨૫૦ ગ્રામ
રાયના કુરિયા - ૧૦ ગ્રામ
મેથીના કુરિયા - ૨૫ ગ્રામ
ધાણાના કુરિયા - ૫૦ ગ્રામ
મરીદાણા - ચપટી, તેલ તલનું - ૧ કપ
લાલ મરચું - ૧૫૦ ગ્રામ

રીત

કેરીને ધોઇ, છોલી, ટુકડા કરી, ખાટા પાણીમાં બે દિવસ ડુબાડી રાખો. ત્યારબાદ એક સ્વચ્છ કપડાંમાં સુકવો. એક દિવસ બાદ સાવ કોરી થઇ ગયા પછી બધો મસાલો ઉમેરી ગોળ નાખી, ખાંડ મિક્સ કરી રાખી મૂકો. ૩-૪ દિવસ પછી ગોળ અને ખાંડ ઓગળે એટલે રસો તૈયાર થાય એટલે તલનું તેલ, વરિયાળી, મરી અને કેરી નાખી બરણીમાં ભરી લો.

No comments: