Friday, January 7, 2011

ફરાળી પૂરણપોળી



ફરાળી પૂરણપોળી



સામગ્રી :
૫૦૦ ગ્રામ બટેટા,
અડધો કપ ખાંડ,
૧ ચમચી ઍલચી પાવડર,
૧૦ ગ્રામ કિશમિશ,
૧૦ ગ્રામ ચારોળી,
૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ,
૨૫૦ ગ્રામ શિંગોડાનો લોટ,
તળવા માટે ઘી.
રીત :
સૌ પ્રથમ બટેટાને બાફીને ક્રશ કરી લો.
ઍક બાઉલમાં મઘ્યમ આંચ પર ઘી ગરમ કરી તેમાં બાફેલાં બટેટાનું મિશ્રણ નાખો. પાંચ મિનિટ સુધી પકાવો. હવે તેમાં ખાંડ ઉમેરીને હજુ પાંચ મિનિટ સુધી ગેસ પર રહેવાં દો. ત્યારબાદ ચારોળી અને ઍલચી પાવડર ભેળવીને ઉતારી લો.
તૈયાર થયેલાં મિશ્રણમાંથી ગોળીઓ બનાવી લો. હવે રાજગરા અને શિંગોડાનો લોટ મિકસ કરી બાંધી લો. લુઆ તૈયાર કરી વણી લો. હવે તેમાં તૈયાર કરેલી ગોળીઓ મૂકી ફરી વણી લો. મઘ્યમ આંચ પર ઘી લગાડીને તવી પર શેકો અને ગરમા ગરમ પીરસો.

No comments: