Friday, January 7, 2011

સાબુદાણાની પાપડી



સાબુદાણાની પાપડી



સામગ્રીઃ
જરૂર મુજબ સાબુદાણા લઇ ધોઇને રાતના પલાળી દેવાં.
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું.
રીત :
હવે એક વાડકી સાબુદાણા હોય તો અંદાજે ૪ વાડકી પાણી લેવું. અને ગેસ ઉપર ઉકાળવું. છતાં પણ વધારે ઘટ્ટ લાગે તો થોડું પાણી રેડવું. અને બધાં જ સાબુદાણા ઓગળીને એકરસ પ્રવાહી બને એટલે એમાં મીઠું અને જીરું નાંખી સાધારણ ઠંડું થવા દઇ તડકે પાથરેલા પ્લાસ્ટિક પર ચમચાથી ગોળાકાર રેડવું. સુકાઇ જાય એટલે ડબ્બામાં ભરવું. જ્યારે ખાવામાં લેવું હોય ત્યારે તળીને ઉપયોગમાં લેવું. આ પાપડી ફરાળી છે.

No comments: