Friday, January 7, 2011

ચોખાની પાપડી (સારેવડાં)



ચોખાની પાપડી (સારેવડાં)



સામગ્રીઃ-
૧ તપેલી ચોખાનો લોટ, જીરું, સાજીના ફૂલ,
મીઠું અને લીલા મરચાં અંદાજે ૧૫૦ ગ્રામ વાટેલાં,
જૂનાં ચોખાનો લોટ હોય તો ૧ તપેલી લોટમાં ૧ તપેલી પાણી લેવું અને નવા ચોખાનો લોટ હોય તો ૧ તપેલી પાણી લેવું.
રીતઃ-
હવે એક જાડા તળિયાનું તપેલું લઇ એમાં નવા- જૂના ચોખાનાં લોટ પ્રમાણે પાણી ઉકળવા મૂકવું. તેમાં પ્રમાણસર મીઠું- વાટેલાં લીલાં મરચાં, જીરું, અને સાજીનાં ફૂલ નાંખી ઉકળે એટલે એમાં લોટ ઓરી દેવો ને તાપ ધીમો કરવો. થોડીવાર પછી જોવું ને વેલણથી બરાબર હલાવીને મિક્સ કરી થોડીવાર સિજવા દેવું. રંગ બદલાઇને પીળાશ� પડતો થઇ જશે. હાથે ચોંટે નહીં એટલે જાણવું કે ખીચું તૈયાર થઇ ગયું છે. હાથમાં લેવાય એવું થાય એટલે થોડું થોડું લઇ ખૂબ મસળવું. અને એનાં યોગ્ય પ્રમાણમાં લુવા પાડી સારેવડા વણીને તડકે સૂકવવા. ઉપયોગમાં લેવા હોય ત્યારે તળીને ખાવા. હા- શેકીને પણ ખાઇ શકાય છે.

No comments: