Friday, January 7, 2011

ઘઉંના ફાડાની ઉપમા



ઘઉંના ફાડાની ઉપમા



સામગ્રી :
બસો ગ્રામ ઘઉં ના ફાડા,
પચ્ચીસ ગ્રામ સીંગદાણા,
આદુ,મરચાં,કોથમીર,
ડુંગળી, લીંબુ, ખાંડ,
મીઠું, મરચું, હળદર,
તેલ,રઇ,હીંગ,મીઠા લીમડાના પાન,
કોપરાનું છીણ
રીત :
ઘઉં ના ફાડાને ધીમા તાપે બદામી રંગના શેકવા. એક તપેલી માં રઇ ને તેલનો વઘાર કરી તેમા ઝીણી સમારેલી ડુંગળી નાખી ને વઘારો. ડુંગળી ગુલાબી રંગની થાય એટલે તેમાં અંદાજે પાંચસો ગ્રામ પાણી નાંખવુ. પાણી ઉકળવા લાગે એટલે તેમાં ફાડા નાખવા. તેમાં સીંગ શેકી , ફોતરા કાઢી, વાટી ને ફાડામાં નાખો. હવે તેમાં મીઠું, મરચું, હળદર,આદુ,મરચા, લીંબુ, ખાંડ સ્વાદાનુસાર નાખી હલાવી તપેલીને ઢાંકી ફાડાને ધીમા તાપે બાફવા મૂકો. પાણી બળીને ઉડી જાય અને ફાડા બફાઇ જાય એટલે ઉપર કોપરાનું છીણ અને કોથમીર ભભરાવો.
આ ઉપમા બાળકો માટે ઘણોજ પૌષ્ટિક છે.

No comments: