Friday, January 7, 2011

ઇદડાં



ઇદડાં



સામગ્રી :
બસો પચાસ ગ્રામ ચોખા,
સો ગ્રામ અડદની દાળ,
પચાસ ગ્રામ ખાટું દહીં,
આદુ,મરચાં,મીઠું,
મરીનો ભૂકો,
ખાવાનો સોડા અને તેલ
રીત :
ચોખા તથા અડદની દાળ ને જુદી જુદી પલાળી પાંચ છ કલાક પછી વાટો. તેમાં મીઠું, વાટેલા આદુ મરચા, દહીં,સોડા નાખી ને ખીરુ ઢાંકી દો. સાત આઠ કલાક પછી આથો આવી જશે. હવે એક થાળી માં તેલ ચોપડી પાતળુ ખીરુ વરાળથી બાફો. ઉપર મરી નો ભુકો ભભરાવો. આ ઇદડાં કેરી ના રસ સાથે ઘણા સ્વાદિષ્ટ લાગે છે.

No comments: