Sunday, January 9, 2011

રાયતા કેરી




રાયતા કેરી

Source: July Thakarar

સામગ્રી

કેરી - ૫ કિલો

રાઇના કુરીયાં - ૭૦૦ ગ્રામ

હળદર - ૧ ચમચો

હિંગ - અડધી ચમચી

વરિયાળી - ૧ વાટકી

ચણા - ૧ વાટકી,

મેથી - ૧ વાટકી

તેલ - ૧ કિલો,

મીઠું - પ્રમાણસર


રીત

કેરી ધોઇને તેના કટકા કરો. તેને મીઠા અને હળદરમાં ચોળીને એક દિવસ માટે બરણીમાં ભરી દો. બીજા દિવસે બહાર કાઢીને તેને ખુલ્લામાં બે-ત્રણ કલાક સુકવી દો(તડકામાં નહી). ચણા અને મેથીને સાદા પાણીમાં છ કલાક પલાળી પછી ખારા પણીમાં ત્રણ કલાક પલાળી રાખો.



તેને નિતારીને કોરાં કરો. એક કલાક તડકે રાખીને છાયામાં સુકવી દો. રાઇના કુરીયામાં મીઠું , હળદર, હિઁગ, ચણા, મેથી, વરિયાળી ચોળીને પછી તેમાં કેરીને ચોળી નાખો. પછી તેને કાચની બરણીમાં ભરી દો. તેલ ગરમ કરી, ઠંડું પડે પછી તેમાં રેડવું અને મિક્સ કરવું.

No comments: