Friday, January 7, 2011

મગની કટલેસ



મગની કટલેસ



સામગ્રી :
ત્રણસો ગ્રામ મગ,
બસો ગ્રામ બટાકા,
મીઠું , આદુ,મરચાં,
કોથમીર.લીંબુ,ખાંડ,
હળદર,તેલ,બ્રેડનો ભૂકો
રીત :
મગને આગલી રાતે પાણી માં પલાળી ફણગાવો. ફણગાવેલા મગને વરાળથી બાફો. બટાકાને બાફી માવો બનાવો. મગ અને બટાકા ભેગા કરી મસળી માવો બનાવો. તેમાં આદુ મરચાં વાટી નાખો. મીઠું , મરચું, હળદર, ખાંડ, લીંબુ નાંખી કટલેસ નો પાન જેવો કે અન્ય આકાર આપો. હવે તેને ભેળ ના ભૂકા માં રગદોળી તવી ઉપર તળી લો. કથ્ણઇ રંગનુ કડક પડ થાય એટલે ઉતારી લો.
કટલેસ સાથે આંબોળીયાની ગળી ચટણી અથવા ટામેટાનો સોસ પીરસો.

No comments: