બટાકાની કઢી
સામગ્રી :
૪૦૦ ગ્રામ બટાકા,
ત્રણ-ચાર ચમચી શિંગોડો અથવા રાજગરાનો લોટ,
છાશ અથવા દહીં,
સિંધવ લીલા આદુ મરચાં ઘી અને જીરુ,
વઘારના આખા મરચાં બે-ત્રણ નંગ.
રીત :
સૌપ્રથમ બટાકાને કૂકરમાં બાફી લો. છોલીને હાથથી મસળી કાઢો. છુંદો કરવો નહીં. મોટા કટકા રહેવા દેવા. છાશ અથવા દહીંમાં સિંધવ, લીલાં આદુ મરચાં, બટાકા ભેગા કરી દેવા અને શિંગોડાનો લોટ અથવા રાજગરાનો લોટ ભેળવી દેવો. આ કઢી થોડી પાતળી રાખવી. ઘી જીરુ અને મરચાંનો વઘાર કરીને ઉકળવા દેવું. થોડીક ખટાશ હોય તો સ્વાદમાં સારું લાગે છે. એકલી પણ ખાઈ શકાય.

No comments:
Post a Comment